સૌથી મોટી મીણબત્તી
~ દુનિયાની સૌથી મોટી મીણબત્તી ૮૦ ફૂટ ઊંચી છે અને તેની ગોળાઈનો વ્યાસ ૬ ઈંચ છે.
~ તેને ૧૮૯૭માં સ્વીડનમાં સ્ટોકહોમના એક્ઝીબિશનમાં રજૂ કરવામાં આવી હતી.
~ તેનું નિર્માણ લિંડાહલ્સ ફર્મે કર્યું હતું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ Nilesh Thakor (Charadu)
ઘોડા વિશે જાણો
- સંશોધકોના કહેવા પ્રમાણે ઘોડાની પ્રજાતિ લગભગ ૫૦ વર્ષ જૂની છે
- મોટાભાગે ઘોડી રાતના સમયે બચ્ચાને જન્મ આપે છે.
- વિશ્વમાં લગભગ ૧૫૦ પ્રકારની ઘોડાની પ્રજાતિ જોવા મળે છે
- ઘોડાના દાંત પરથી તેની ઉંમર જાણી શકાય છે.
- ઘોડા પોતાના મોં દ્વારા શ્વાસ લઈ શકતા નથી.
- ઘોડાનું બચ્ચું જન્મ્યા પછી એક કલાકમાં જ પોતાના પગ પર ઊભું રહી શકે છે.
- ફૈલાબેલા પ્રજાતિના ઘોડા વિશ્વના સૌથી નાના કદના ઘોડા હોય છે, જેમની લંબાઈ ૩૮ સેમીથી ૭૬ સેમી સુધીની હોય છે.
- લિટલ પંપકીનને સૌથી નાના ઘોડા તરીકે નોંધવામાં આવ્યો છે જે માત્ર ૩૫ સેમી લાંબો હતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ Nilesh Thakor (Charadu)
વિશ્વનું સૌથી મોટું ફૂલ
ઈંડોનેશિયાના વનોમાં એક અજબ પ્રકારનું ફૂલ ઉગે છે જેને રેફલેસિયા કહે છે. તેને કોઈ ડાળી કે પાન હોતું નથી. બીજા છોડની ડાળીઓ કે મૂળ પર ઉગવાને કારણે તેને પેરાસાઈટ પ્લાન્ટ માનવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે તે વિશ્વનું સૌથી મોટું ફૂલ છે, જેની પહોળાઈ ૧૦૦ સેમી હોય છે. પૂર્ણ વિકસિત ફૂલનું વજન ૧૦ કિલોગ્રામ થઈ જાય છે. તેની શોધ સૌથી પહેલા ડો.જોસેફ આર્નોલ્ડે કરી હતી.
સ્ત્રોત } સંદેશ સમાચાર
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ Nilesh Thakor (Charadu)
વિચિત્ર નદીઓ
અલ્જીરિયામાં એક નદી છે ‘શાહીવાળી’. આ નદીનો રંગ હંમેશા ડાર્ક બ્લુ હોય છે. તેના પાણીથી ઈંક(શાહી)ની જેમ લખી શકાય છે. ખરેખર તો આયર્ન, લેડ ઓકસાઈડ અને મીઠાની હાજરીને કારણે પાણીનો રંગ બ્લુ રહે છે. એક બીજી નદી છે – એંગારી સ્પાર્કી, જેના પાણીનો સ્વાદ બિયર જેવો હોય છે. પણ નવાઈની વાત એ છે કે પૂર્વ આફ્રિકામાં આલ્કોહોલ બિલકુલ નથી હોતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ Nilesh Thakor (Charadu)
કેરીના વિવિધ નામ
- સુંદરી
- લંગડો
- પાયરી
- નીલમ
- હાફુસ
- કાળો હાફુસ
- કેસર
- કાકડો
- બદામી હાફુસ
- શ્રાવણીયા
- માલદારી
- રેશમિયા
- કરેજીયા
- રાજાપુરી
- આકરો
- મધકપુરી
- તીતીયા
- તોતાપુરી
- સરદાર
- બારમાસી
- વલસાડી
- લીમડી
- સાકરીયા
- સિંદુરી
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ Nilesh Thakor (Charadu)
જીવનના સાત પગલા
1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
(2) બચપન——મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે,જે ડૂબી શક્યો તે તરિયો છે.
(3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
(4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,કૂરબાની ની આશાઓ છે,
લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
(6) ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
(7) મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે. સાત પગલા પૂરા થશે...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ Nilesh Thakor (Charadu)
મનુષ્ય જયારે જન્મે છે ત્યારે તેનું વજન અઢી કિલોનું હોય છે અને
જયારે મૃત્યુ પામે છે ત્યારે અગ્નિસંસ્કાર બાદ તેની રાખનું વજન
પણ અઢી કિલો જ હોય છે...
જિંદગીનું પહેલું કપડું જેનું નામ ઝબલું, જેમાં ખિસ્સું ન હોય,
વળી જિંદગીનું છેલ્લું કપડું કફન જેમાં પણ ખિસ્સું ન હોય...
તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધી
શા માટે ? આટલા દગા અને પ્રપંચ શા માટે ?
No comments:
Post a Comment